ઊખાણા

ચાર ખૂણાનું ચોખંડુ
અધ્ધર ઉડે જાય
રાજા પૂછે રાણીને,
આ ક્યુ જનાવર જાય
(પતંગ)
પડી પડી પણ,ભાંગી નહી
કટકા થયા બે ચાર
વગર પાંખે ઉડી ગઇ
તમે ચતુર કરો વિચાર
(રાત)
સુવાક્ય !
૧. જ્યારે કોઈ પુરુષ પોતાની પત્ની માટે ગાડીનો દરવાજો ખોલે ત્યારે સમજવાનું કે ગાડી નવી છે કાં તો પત્ની નવી છે.
૨. સફળતા રીલેટિવ છે, જ્યારે તમને મળે છે ત્યારે તમારાં ઘણાં બધાં રીલેટિવો પેદા થાય છે.
૩. હું ઑફિસમાં દરરોજ મોડો આવું છું પણ એને સરભર કરવા માટે દરરોજ વહેલો નીકળી જાઉં છું.
૪. આપણો સ્વભાવ આમેય અળવીતરો છે. ઘરમાં આપણને હૉટેલ જેવી સગવડતા જોઈએ અને
હૉટેલમાં ઘર જેવી.
૫. સમય બચાવવાની ઘણી તરકીબો હોય છે. જેમ કે, આજે જે હોમવર્ક કરવું જ જોઈએ એ હોમવર્ક તમે કાલ પર ઠેલો, તો આજે કેટલો બધો સમય બચી જશે !
૬. ફરિયાદ કરવા જેવું કશું ન હોય, ત્યારે પણ તમે ફરિયાદ જ કરતા રહી શકતા હો તો જાણજો કે તમે લોકશાહીમાં વસો છો.
૭. ડિસ્કોની વ્યાખ્યા : ડિફેકટિવ ઈન્સ્ટ્રુમેન્ટ સપ્લાઈંગ કંપનીના વાજિંત્રમાંથી જે કઢંગા સૂરો નીકળે એનું નામ ડિસ્કો સંગીત.
૮. જગતમાં માત્ર બે જ વ્યક્તિ મૂર્ખ છે. એક નિંદા કરનારી અને બીજી, રસપૂર્વક નિંદા સાંભળનારી !




- અમન ફ્રેમવાલા